Connect Gujarat
વાનગીઓ 

આ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી ઓટ્સ વડા ઘરે જ બનાવો, જાણો તેની સરળ રેસિપી

આ તહેવારોની સિઝનમાં ભજીયા એટલે કે વડા જેમ કે બટેટા વડા, મેથીના અને મરચાં નાં અનેક જાતના વડા બનાવવામાં આવે છે ત્યારે વડામાં પણ હેલ્ધી બનાવી શકાય જેમ કે ઓટ્સ વડા મોટા ભાગે ઓટ્સએ ડાયટમાં ખાવામાં આવે છે,

આ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી ઓટ્સ વડા ઘરે જ બનાવો, જાણો તેની સરળ રેસિપી
X

લોકોને સદા ભોજન કરતાં સ્વાદિસ્ટ અને ચટપટું ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે માટે ઘણા રોગોને આમંત્રણ પણ મળે છે,અને આ અનહેલ્ધી નાસ્તો અને અનિયમિત ભોજનથી સ્થૂળતા પણ જોવા મળે છે અને બીજી તરફ આ તહેવારોની સિઝનમાં ભજીયા એટલે કે વડા જેમ કે બટેટા વડા, મેથીના અને મરચાં નાં અનેક જાતના વડા બનાવવામાં આવે છે ત્યારે વડામાં પણ હેલ્ધી બનાવી શકાય જેમ કે ઓટ્સ વડા મોટા ભાગે ઓટ્સએ ડાયટમાં ખાવામાં આવે છે,તો ચાલો જાણીએ આ ઓટસ વડા વાનગી વિષે....

ઓટ્સ વડા બનાવવા માટેની સામગ્રી :-

2 કપ ઓટ્સ, 2 કપ મગની દાળ, 1 કપ બ્રેડનો ભૂકો, 250 ગ્રામ પાલક, 1 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, તળવા માટે ઘી અથવા તેલ, બારીક સમારેલી કોથમીર, 3-4 બાફેલા બટાકા

ઓટ્સ વડા બનાવવા માટેની રીત :-

સૌપ્રથમ પાલકને ધોઈને સમારી લો. હવે પેનને ગરમ કરો અને તેમાં ઓટ્સને ફ્રાય કરો, જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને પીસી લો.

બાફેલા બટાકાને મેશ કરો, હવે સમારેલી પાલકને ગ્રાઉન્ડ ઓટ્સ, આમચૂર પાવડર, ચાટ મસાલો અને છૂંદેલા બટાકા સાથે મિક્સ કરો, સ્વાદ મુજબ મીઠું ઉમેરો. તેમાં બાકીની સામગ્રી પણ ઉમેરી અને મિક્સ કરો. એક પેનમાં તેલ ગરમ કરો, અને આ પેસ્ટમાંથી વડા બનાવીને તળી લો. જો તમે ઈચ્છો તો તેને ચટણી સાથે સર્વ કરી શકો છો. નહિતર ચા સાથે પણ ખાઈ શકાય.

Next Story