Connect Gujarat
વાનગીઓ 

નવરાત્રીના ઉપવાસ માટે બનાવો હેલ્ધી મખાનાની ખીચડી, તો જાણો આ સરળ રીત...

ઉપવાસના દિવસોમાં તે પેટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

નવરાત્રીના ઉપવાસ માટે બનાવો હેલ્ધી મખાનાની ખીચડી, તો જાણો આ સરળ રીત...
X

ચૈત્ર નવરાત્રી બસ હવે 2 દિવસ બાકી છે આઠમ અને નોમ ત્યારે દરરોજ ફળાહાર શું કરવું એ વિચરવું પડે છે, ત્યારે ફળો સાથે મખાનાની ખીચડી એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તે તમને દિવસભર ઉર્જાવાન તો રાખે જ છે, પરંતુ સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદાઓ આપે છે. માત્ર તેનો સ્વાદ જ સારો નથી, તેને બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે. ઉપવાસના દિવસોમાં તે પેટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો આવો જાણીએ તેની સરળ રીત

સામગ્રી :-

મખાના - 1 મોટો વાટકો, બટાકા – 1, લીલા મરચા – 2, કાળા મરી પાવડર - 1/4 ચમચી, દેશી ઘી - 1 ચમચી, લીંબુનો રસ - 1 ચમચી

બનાવવાની રીત :-

મખાનાની ખીચડી બનાવવા માટે સૌપ્રથમ મખાનાને નાના ટુકડા કરી લો. આ પછી બટાકા અને લીલા મરચાને બારીક કાપી લો. હવે એક પેનમાં થોડું ઘી લગાવો અને ગેસની ફ્લેમ મીડીયમ રાખો. ત્યાર બાદ આ પછી તેમાં બારીક સમારેલા બટેટા અને લીલા મરચા ઉમેરો. હવે તેને હલાવતા સમયે થોડીવાર પકાવો અને ગેસ બંધ કરી દો.તો તૈયાર છે તમારી હેલ્ધી મખાનાની ખીચડી.

Next Story