Connect Gujarat
વાનગીઓ 

વજન ઘટાડવા માટે નાસ્તામાં આ વિકલ્પ ટ્રાય કરો હેલ્ધી અને ટેસ્ટી 'મેથી-બાજરીના પુડલા'

વજન ઘટાડવા ઉપરાંત તે બીજી ઘણી રીતે ફાયદાકારક છે.

વજન ઘટાડવા માટે નાસ્તામાં આ વિકલ્પ ટ્રાય કરો હેલ્ધી અને ટેસ્ટી મેથી-બાજરીના પુડલા
X

વધતા વજનને ઓછું કરવા માટે લોકો અવનવા નુશખા અપનાવે છે, તેમાય વજન ઓછું કરવા માટે ડાયટિંગ કરતાં હોય છે, જે લોકો વજન ઓછું કરવા માગે છે તેમણે ખાસ કરીને બાજરીનો તેમના આહારમાં સમાવેશ કરવો જોઈએ. અને નિષ્ણાતો પણ વજન ઓછું કરવા માટે ઘઉં ઓછા પ્રમાણમા ખાવાનું કહેતા હોય છે અને બાજરો ખાવાની સલાહ આપતા હોય છે, વજન ઘટાડવા ઉપરાંત તે બીજી ઘણી રીતે ફાયદાકારક છે. તેમાય તમે ચણાના લોટના તો પુડલા ખાડા જ હશે, તો આજે આપણે જાણીશું મેથી-બાજરીના પુડલા વિશે.

સામગ્રી :-

1 કપ બાજરીનો લોટ, 2 ચમચી આદુ-લસણ-લીલા-મરચાંની પેસ્ટ, 1/2 ચમચી લાલ મરચાંનો પાવડર, 1/4 ચમચી હિંગ, 1 ચમચી શેકેલા તલ, 1/2 કપ દહીં, 1/4 ચમચી ખાવાનો સોડા, 1 /2 કપ સમારેલા મેથીના પાન, 3/4 કપ પાણી, 2 ચમચી સમારેલી કોથમીર, સ્વાદ મુજબ મીઠું, પુડલા બનાવવા માટે તેલ.

મેથી –બાજરીના પુડલા બનાવવાની રીત :-

સૌ પ્રથમ એક મોટા વાસણમાં તેલ સિવાયની બધી સામગ્રી મિક્સ કરીને ઘટ્ટ બેટર બનાવો. ત્યાર બાદ ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રાખી દો.

પુડલા બનાવવા માટે એક નોન-સ્ટીક તવાને ગરમ કરો. તેને તેલથી ગ્રીસ કરો. ગોળ ચમચા વડે બેટર ફેલાવો. બંને બાજુથી પલટાવા સુધી પકાવો. અને તેને કોથમીર-ફૂદીનાની ચટણી સાથે સર્વ કરો.

Next Story