શિયાળાની ઋતુમાં ખાસ કરીને જુવાર અને બાજરી ખાવામાં આવે છે, કારણ કે ઠંડીની ઋતુમાં હેલ્ધી માનવમાં આવે છે, બાજરીનો સમાવેશ સુપરફૂડની યાદીમાં થાય છે અને શિયાળામાં તેને ખાવું તેનાથી પણ વધુ ફાયદાકારક છે. તેમાં ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, ઝિંક, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન બી6, કેરોટીન, લેસીથિન જેવા ઘણા પોષક તત્વો હોય છે. આ સિવાય તેમાં વિટામિન B3 પણ હોય છે, જે શરીરની મેટાબોલિક પ્રક્રિયાને સ્વસ્થ રાખે છે, જેનાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓનો ખતરો ટળે છે. જો તમે સવારના નાસ્તા માટે હેલ્ધી ફૂડ શોધી રહ્યા છો, તો તમે તેમાં બાજરીનો સમાવેશ કરી શકો છો. બાજરી ઉપમા અને બાજરીની ખિચડી પણ બનાવી શકાય છે, તો બાજરી ઉપમા બનાવવાની સરળ વાનગીની રીત જાણો....
બાજરી ઉપમા સામગ્રી :-
1 કપ જુવાર બાજરો, 1/2 કપ સમારેલા ગાજર, 1/2 કપ સમારેલી ડુંગળી, 1 ટીસ્પૂન લસણ-આદુની પેસ્ટ, 1/2 કપ સમારેલા ટામેટા, 1/2 કપ સમારેલા કેપ્સિકમ, 2 ચમચી તેલ, 1/2 ચમચી સરસવ, 1/2 ટીસ્પૂન જીરું, સ્વાદ અનુસાર મીઠું, 1 કપ પાણી, કોથમીર ગાર્નિશિંગ માટે
બાજરી ઉપમા બનાવવાની રીત :-
આ ઉપમા બનાવતા પહેલા તો તેને રાતના જુવાર અને બાજરીને સારી રીતે ધોઈને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તૈયાર કરતા પહેલા ઉકાળો.
- માઈક્રોવેવ બાઉલમાં તેલ, સરસવ, જીરું, ડુંગળી, ગાજર, કેપ્સિકમ, આદુ-લસણની પેસ્ટ અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. મિશ્રણને માઇક્રોવેવમાં હાઇ પાવર પર ત્રણ મિનિટ માટે પકાવો.
- માઇક્રોવેવના બદલે ગેસ પર પણ બનાવી શકાય છે. આ મિશ્રણને બહાર કાઢી તેમાં બાફેલા જુવાર અને ટામેટાં ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને વધુ ચાર મિનિટ પકાવો.
- આ પછી બાઉલને કાઢી લો. પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને ફરીથી સાત મિનિટ પકાવો. બારીક સમારેલી કોથમીરથી ગાર્નિશ કરો. આ બાજરીના ઉપમાને ચટણી અથવા અથાણા સાથે ગરમાગરમ સર્વ કરો.
અને આ ઉપમા વાનગીની ઉપર લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો, તેમાં બારીક સમારેલા મોસમી શાકભાજી પણ ઉમેરી શકો છો.
બાજરીના ફાયદા :-
- બાજરીમાં સોડિયમ, પ્રોટીન, ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ સારી માત્રામાં જોવા મળે છે.
- બાજરી પાચન તંત્ર માટે સારી છે. તે સરળતાથી પચી જાય છે.
પાચન બરાબર રહે તો પેટમાં દુખાવો, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ દૂર રહે છે.
- ગર્ભાવસ્થા દરમિયાન બાજરીનું સેવન વધુ સારું છે. કારણ કે તેમાં આયર્ન હોવાને કારણે એનિમિયા નથી થતો.
- બાજરી બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં પણ મદદરૂપ છે.