Connect Gujarat
વાનગીઓ 

પોષણથી ભરપૂર આ હેલ્ધી નાસ્તો, તે વજનને પણ નિયંત્રિત રાખવામાં છે મદદરૂપ

શિયાળા દરમિયાન ખાસ કરીને હેલ્ધી અને ટેસ્ટી વાનગી ખાવાનું પસંદ કરતાં હોઈએ છીએ ત્યારે શિયાળામાં મકાઈના લોટની રોટલી અને સરસવના શાકનું કોમ્બિનેશન ખૂબ જ પસંદ આવે છે.

પોષણથી ભરપૂર આ હેલ્ધી નાસ્તો, તે વજનને પણ નિયંત્રિત રાખવામાં છે મદદરૂપ
X

શિયાળા દરમિયાન ખાસ કરીને હેલ્ધી અને ટેસ્ટી વાનગી ખાવાનું પસંદ કરતાં હોઈએ છીએ ત્યારે શિયાળામાં મકાઈના લોટની રોટલી અને સરસવના શાકનું કોમ્બિનેશન ખૂબ જ પસંદ આવે છે. જે માત્ર સ્વાદમાં જ અદ્ભુત નથી, મકાઈના લોટ અને સરસવના શાકમાં એવા ઘણા પોષક તત્વો હોય છે, જે આપણને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે, પરંતુ સ્વાસ્થ્યની બાબતમાં ઘણી વખત આપણે એક જ વસ્તુ ખાવાથી કંટાળી જઈએ છીએ. તો, જો તમે પણ મકાઈની રોટલીથી કંટાળી ગયા છો, તો આજે અમે તમને મકાઈમાંથી બનેલી બીજી વાનગી વિશે જણાવીશું, જેને તમે નાસ્તામાં સામેલ કરી શકો છો.

આ વાનગી એવી છે કે તમે ચોખાની ઇડલી,રવાની ઇડલીતો ખાતા જ હોય પરંતુ આ મકાઈના લોટની ઈડલી, જેને ખાવાથી તમારું પેટ ભરાઈ જશે. જેમ કે નાસ્તો કર્યા પછી તમને લાંબા સમય સુધી ભૂખ નહિ લાગે. મતલબ કે આનાથી વજન પણ નિયંત્રણમાં રહેશે. ચાલો જાણીએ તેને કેવી રીતે બનાવવું.

મકાઇના લોટની ઈડલી સામગ્રી :-

મકાઈનો લોટ - 2 વાડકી, અડદની દાળ - 1 ચમચી, ચણાની દાળ - 1 ચમચી, દહીં - 1/2 વાટકી, જીરું - 1 ચમચી, લીલા મરચા - 2 બારીક સમારેલા, સરસવ - 1 ચમચી, લીમડાના પાન - 5-6 નાના ટુકડા કરો. કોથમીર - 2 ચમચી (બારીક સમારેલી), ઈનો - 1 ચમચી, તેલ - 1 ચમચી, મીઠું સ્વાદ મુજબ

મકાઇના લોટની ઈડલી બનાવવાની રીત :-

સૌ પ્રથમ 1 પેનને ગેશ પર ગરમ કરવા રાખો. આ પછી તેમાં તેલ ઉમેરો. તેમાં સરસવ અને જીરું ઉમેરો. ત્યાર બાદ અડદ અને ચણાની દાળ ઉમેરીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.પછી તેમાં કઢી પત્તા અને લીલા મરચા ઉમેરો. તે પછી મકાઈનો લોટ. સતત હલાવતા રહીને મકાઈના લોટને 2 થી 3 મિનિટ માટે ફ્રાય કરો.

એક મોટો બાઉલ લો. તેમાં મકાઈનો લોટ ઉમેરો. તેની સાથે દહીં ઉમેરો. સ્વાદ મુજબ મીઠું અને કોથમીર. બેટર બહુ જાડું કે પાતળું ન હોવું જોઈએ. શિયાળાની ઋતુ હોય છે જેમાં અનેક પ્રકારના શાકભાજી મળે છે, તો તમે તેમાં તમારા મનપસંદ શાકભાજી પણ ઉમેરી શકો છો.

છેલ્લે ઈનો પાવડર નાખીને બરાબર મિક્ષ કરી 15 મિનિટ ઢાંકીને રાખો. ઈડલીના મોલ્ડને તેલ વડે હળવા હાથે ગ્રીસ કરો. વાસણમાં પાણી ગરમ કરવા માટે રાખો.ઈડલી બનાવતા પહેલા, બેટરને ફરી એકવાર સારી રીતે મિક્સ કરો અને પછી તેને મોલ્ડમાં ભરો. હવે ઈડલીને વરાળથી સારી રીતે પકાવો.અને તે બનાવ્યા બાદ તેને તમારી મનપસંદ ચટણી સાથે સર્વ કરો.

Next Story