/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/05161826/maxresdefault-54-e1596624520982.jpg)
આ કોરોના વાઇરસની ઝપેટમાં સિંગર એસપી બાલાસુબ્રમણ્યમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી જણાવ્યું કે તેને કોરોના વાઇરસના ઘણા માઈલ્ડ લક્ષણો હતા. ત્યારબાદ તેને ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો. ડોક્ટરે તેમને હોમ ક્વોરન્ટીન થવાની સલાહ આપી હતી પરંતુ તેઓ પરિવારની સુરક્ષા માટે હોસ્પિટલમાં એડમિટ થઇ ગયા છે. તેઓ બે દિવસ પછી ઘરે પરત ફરશે.
વીડિયોમાં તેમણે કહ્યું કે, બે-ત્રણ દિવસથી મને થોડી તકલીફ થઇ રહી હતી. શરદી અને તાવ પણ હતો. હું આને હળવાશમાં લેવા ઈચ્છતો ન હતો. જ્યારે તપાસ માટે હોસ્પિટલ ગયો તો ડોકટરે કહ્યું કે આ કોરોનાના હળવા લક્ષણો છે. તેમણે મને દવા લેવાનું કહ્યું અને ઘરે જ રહેવા કહ્યું, પરંતુ હું એવું કરવા ઈચ્છતો ન હતો કારણ કે મારો પરિવાર ઘણો ચિંતિત છે. હું હોસ્પિટલમાં એડમિટ થઇ ગયો. બે દિવસમાં હું ઠીક થઇ જઈશ. હું અહીંયા આરામ કરવા માટે આવ્યો છું માટે તમારા બધાનો કોલ રિસીવ નથી કરી શકતો. મારી ચિંતા કરવા માટે આભાર.