Connect Gujarat
Featured

માધ્યમિક અને ઉચ્ચતર મા.શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

માધ્યમિક અને ઉચ્ચતર મા.શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
X

સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ની પરીક્ષા 23 ઓગસ્ટથી શરૂ થશે જ્યારે ધો.12 સાયન્સની પૂરક પરીક્ષા 25 ઓગસ્ટથી શરૂ થશે. ધોરણ 12ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ 12 સાયન્સ, કોમેર્સ સહિતના પ્રવાહમાં 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

પૂરક પરીક્ષા માટે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 80 હજાર જ્યારે ધોરણ 12 સાયન્સ માટે 23 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે. દર વર્ષે માર્ચમાં લેવાતી બોર્ડની પરીક્ષામાં ધોરણ.10 અને 12 સાયન્સમાં બે વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થી અને ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 1 વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે પૂરક પરીક્ષા યોજવાનું મોકૂફ રાખવામાં આવી હતી જે હવે ઓગસ્ટ મહિનાના અંતમાં યોજાશે.

Next Story