રોટરેક્ટ ક્લબ ઓફ ભરૂચ દ્વારા દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતાં કાર્યક્રમ ‘રિધમ ઓફ ફ્રિડમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિની ભાવના સાથે વિવિધ નૃત્યકૃતિઓ રજૂ કરી હતી.
ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબ ખાતે રોટરેક્ટ ક્લબ ઓફ ભરૂચ દ્વારા દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતાં સુંદર કાર્યક્રમ ‘રિધમ ઓફ ફ્રિડમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ માટે આંતર શાળા નૃત્ય સ્પર્ધા યોજાય હતી.
આ સ્પર્ધામાં સહભાગી વિદ્યાર્થીઓએ દેશભક્તિની ભાવના સાથે વિવિધ નૃત્યકૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે રોટરેક્ટ ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ દિક્ષિલ વાઘેલા, સેક્રેટરી હેત પરિખ સહિતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ આનો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
