Connect Gujarat
ગુજરાત

સાંદિપની વિદ્યા મંદિર ગોધરા ખાતે "દિવ્યાંગો પ્રત્યેનો સેન્સટાઈઝેશન" કાર્યક્રમ યોજાયો

સાંદિપની વિદ્યા મંદિર ગોધરા ખાતે દિવ્યાંગો પ્રત્યેનો સેન્સટાઈઝેશન કાર્યક્રમ યોજાયો
X

ક્રિશ ટ્રેઈનિંગ સેન્ટર ટ્રસ્ટ ફોર મેન્ટલ હેન્ડીકેપ્ડ એન્ડ સેરેબ્રલ પાલ્સી ચિલ્ડ્રન દ્વારા સાંદિપની વિદ્યા મંદિર શાળા ગોધરા ખાતે 'દીવ્યાંગો પ્રત્યેનો સેન્સટાઈઝેશન' નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં અંદાજે ૮૦૦ વિદ્યાર્થીઓ અને ૫૦ શાળાના સ્ટાફગણ સાથે કુલ ૮૫૦ વ્યક્તિઓને દીવ્યાંગો માટેના અધિકારોનો કાયદો "RPWD એક્ટ ૨૦૧૬" આ કાયદા અંતર્ગત નક્કી કરવામાં આવેલી દીવ્યાંગતા વિશેની સમજૂતી, દીવ્યાંગોની વિશિષ્ટ જરૂરિયાત, દીવ્યાંગો પ્રત્યેના વર્તન અંગે તેમજ મૂક બધિર દીવ્યાંગો સાથે પ્રત્યાયન માટે ઉપયોગી સાઈન લેન્ગવેજ વિશેની વિસ્તૃત માહિતી સંસ્થાના ટ્રસ્ટીઓ વિજયભાઈ પટેલ તેમજ હિરેનકુમાર ગોહેલ દ્વારા આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં યોજવા માટે સાંદીપની વિદ્યા મંદિર શાળાના આચાર્ય અને સ્ટાફગણ દ્વારા ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Next Story