સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં યુવકએ ખમણ આરોગ્યા બાદ તબિયત લથડતા ફૂડ પોઈઝનિંગ થયાની આશંકા. જિલ્લા ફૂડ વિભાગની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. જિલ્લા ફૂડ વિભાગની ટીમ દ્વારા ઈડરની એમ.જે સ્વીટમાંર્ટમાંથી ખમણના સેમ્પલ લીધા. છાવણી ગામના યુવકને ખમણ ખાધાબાદ તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યોસાબરકાંઠા જિલ્લામાં ફૂડ વિભાગની રહેમનજર હેઠળ અખાદ્ય પદાર્થોની ઠેરઠેર હાટડીઓ જોવા મળી રહી છે ત્યારે વાત કરીએ હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીની સિઝનની શરૂઆત થતા કેટલાક બની બેસેલા અને મિલાવટી ચીજ વસ્તુઓ બનાવી ખુલ્લેઆમ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલ અખાદ્ય પદાર્થો વેચનારાઓ બેફામ બન્યા છે ત્યારે મળતી માહિતી મુજબ ઈડરના છાવણી ગામનો યુવક ગત તા.૧૯-૪-૨૩ને બુધવારના રોજ ગણા દિવસો બાદ બધા મિત્રો ભેગા થતા ઈડરના મુખ્ય બજારમાં મામલતદાર કચેરીની સામે આવેલ એમ.જે.સ્વીટ માર્ટમાંથી એક કિલો ખમણ લાવ્યા હતા ત્યારબાદ લાવવામાં આવેલ ખમણ આરોગ્યા બાદ યુવકને એકાએક ઊલટીઓ થતા અને તબિયત લથડતા ઈડરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકને ફૂડ પોઈઝન થયું હોવાની આશંકા સેવાઈ હતી
સાબરકાંઠા: ઈડરમાં યુવકે ખમણ આરોગ્યા બાદ તબિયત લથડતા ફૂડ પોઈઝનિંગ થયાની આશંકા,સારવાર અર્થે ખસેડાયો
ઈડરમાં યુવકએ ખમણ આરોગ્યા બાદ તબિયત લથડતા ફૂડ પોઈઝનિંગ થયાની આશંકા. જિલ્લા ફૂડ વિભાગની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.
