ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્ક ની પરીક્ષાનું પેપર લીક થવાને મામલે પ્રાંતિજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આઠ આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપીઓને આજરોજ કોરટમાં રજૂ કરવામાં આવ્યા હતા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પરીક્ષાનું પેપર લીક થવા મામલે સાબરકાંઠા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરી આઠ આરોપીની ધરપકડ કરી છે સાથે જ બીજા ત્રણ આરોપીની ધરપકડ બાકી છે એમની ધરપકડ માટે તપાસ થઈ રહી છે તો બીજી તરફ પકડાયેલા આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ પોલીસે આરોપી દર્શન વ્યાસના ઘરે તપાસ કરી 23 લાખ રૂપિયા કબજે કર્યા છે અને હજુ પણ આરોપીઓની સઘન પૂછપરછ કરાઈ રહી છે જેમાં હજુ વધુ નામો ખુલશે અને પોલીસે પણ વધુ આરોપીઓની સંડોવણી હોવાની આશંકા સેવી છે
સાબરકાંઠા: પેપરલીક કૌભાંડમાં સામે 8 આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ
પેપર લીક કૌભાંડ 8 આરોપીઓની ધરપકડ આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ આરોપીના ઘરેથી મળ્યા રૂ.23 લાખ

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170