/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-196.jpg)
રાજયના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપેલાં ૧૮ હજાર રૂપિયાના ચાંદીના કળશની હરાજી રૂપિયા ૧ કરોડ તેમજ પ્રાંતિજના મોદી સમાજે આપેલાં ૫૦૦ રૂપિયાના મોદીના ફોટો સ્ટેન્ડની હરાજી રૂપિયા ૧ કરોડમાં થઇ હતી.
દિલ્હી ખાતે નેશનલ ગેલેરી ઓફ મોડલ આર્ટ રાષ્ટ્રીય સુચના કેન્દ્ર દ્વારા ડિવીઝન ઓન લાઈન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ ભરમાંથી જુદી જુદી જગ્યાએથી મળેલ ૨૦ હજાર ૭૦૦ ભેટ અને સોગાદો પ્રદર્શનમાં મુકવામાં આવી છે. જેની ઇ હરાજી કરવામાં આવી રહી છે. હરાજી દરમ્યાન બોલી બોલવાનું શરૂ થતાં ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપેલ ૧૮ હજાર રૂપિયાના ચાંદીના કળશની હરાજી 1 કરોડ રૂપિયામાં થઇ છે.
નરેન્દ્ર મોદી બીજી વાર દેશના વડાપ્રધાન બનતા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મોદી સમાજ દ્વારા શુભેચ્છા સંદેશ પત્ર સહિત મોદીના ફોટા સાથે ફોટો સ્ટેન્ડ આપવામાં આવ્યું હતું, જે ફોટો સ્ટેન્ડની મૂળ કિંમત ૫૦૦ રૂપિયા હતી જેની હરાજી ૧ કરોડ રૂપિયામાં થઈ હતી. તો આ પ્રદર્શનમાં પહેલા ૨૦ ખરીદી કરનારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રોત્સાહિત પત્ર આપવામાં આવશે. ઉપહારોની બેસ્ટ પ્રાઈઝ ૨૦૦થી અઢી લાખ રૂપિયા સુધી મુકવામાં આવી છે, આ પ્રદર્શનમાં જે આવક થશે જેને નમામિ ગંગા પ્રોજેક્ટ અંતર્ગત ગંગા નદીની સફાઈ પાછળ ખર્ચ કરવામાં આવશે. હાલ તો પ્રાંતિજ મોદી સમાજના લોકોમાં આનંદની સાથે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફોટો સ્ટેન્ડ બનાવનાર યશ પ્લાસ્ટિકના હિતેશ મોદી તથા તેમની ટીમમાં પણ આનંદ છવાયો છે.