-
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેસરીયો લહેરાયો
-
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે મતદારોનો માન્યો આભાર
-
જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં મળી ભવ્ય સફળતા
-
જીતનો શ્રેય મોદીના નેતૃત્વ અને કાર્યકર્તાઓની મહેનતને
-
મતદારોના વિશ્વાસને તૂટવા નહીં દઈએ : સી.આર.પાટીલ
ગુજરાતમાં ફરી એકવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભાજપે વિરોધ પક્ષોનો સફાયો કર્યો છે. આ ભવ્ય જીત બાદ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નિવેદન આપી જનતાનો આભાર માન્યો છે.
ગુજરાતમાં ફરી એકવાર ભાજપનો ભવ્ય વિજય થયો છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભાજપે વિરોધ પક્ષોનો સફાયો કર્યો છે. આ ભવ્ય જીત બાદ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નિવેદન આપી જનતાનો આભાર માન્યો છે.
સુરત ખાતે ચૂંટણીના પરિણામો બાદ સી.આર. પાટીલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ અને કેન્દ્ર-રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓ પર જનતાએ મૂકેલી મહોર છે. તેમણે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી,અને જણાવ્યું હતું કે તેમના કુશળ સંચાલનને કારણે ભાજપ આજે આ સફળતાના શિખરે પહોંચ્યું છે.
સી.આર.પાટીલે વધુમાં ઉમેર્યું હતું કે મતદારોએ ભાજપ પર જે ભરોસો મૂક્યો છે, તે અમે એળે જવા નહીં દઈએ.ભાજપ ફરી એકવાર વિકાસના કામોની ગતિ તેજ કરશે.ગ્રાઉન્ડ લેવલ પર રાત-દિવસ મહેનત કરનાર દરેક કાર્યકર્તા આ જીતનો ખરો હકદાર છે.
સી.આર. પાટીલે તમામ વિજેતા ઉમેદવારોને અને પક્ષના પદાધિકારીઓને આ ભવ્ય વિજય માટે અભિનંદન પાઠવ્યા છે અને ખાતરી આપી છે કે ભાજપ હંમેશા જનતાની સેવામાં તત્પર રહેશે.
