/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-68.jpg)
રાજયમાં સ્વામિનારાયણ વડતાલ કન્યા છાત્રાલયના નામથી 108 કન્યા છાત્રાલય બનાવવાનો સંકલ્પ સરકારે લીધો છે ત્યારે દેડીયાપાડા તાલુકાના સામરપાડા ગામમાં બનેલી 66મી કન્યા છાત્રાલયનું મુુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં લોકાર્પણ કરાયું હતું.
મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના સામરપાડા ગામ ના મહેમાન બન્યા હતાં. તેમણે હળપતિ સેવા સંઘ બારડોલી દ્વારા આયોજિત સ્વામિનારાયણ વડતાલધામ કન્યા છાત્રાલયના લોકાર્પણ સમારંભમાં હાજરી આપી હતી. અત્રે ઉલ્લેખખનીય છે કે હળપતિ સેવા સંઘ બારડોલીના ઉપક્રમે સ્વામિનારાયણ વડતાલધામ ના નામે 108 કન્યા છાત્રાલય રાજયભરમાં બનાવવામાં આવશે. સામરાપાડા ખાતે 66મા કન્યા છાત્રાલયના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણ માટે ગુજરાત કટિબદ્ધ છે અને આવા છાત્રાલયો દ્વારા શિક્ષણ ને પ્રોત્સાહન મળશે.નવી પેઢી ને શિક્ષિત બનવવા માટે રાજય સરકારે 30 કરોડ રૂપિયા ખાસ શિક્ષણ માટે ફાળવ્યાં છે. તેમણે આશ્રમ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા બાબતે ધ્યાન આપવાની સંચાલકોને ટકોર કરી હતી. તેમણે સામરપાડાની આશ્રમ શાળાના મુખ્ય દાતા મથુર સવાણીનો ઉલ્લખ કરી જણાવ્યું કે, એ વાણીયા બુદ્ધિથી એક વાણીયા ( રૂપાણી) ને લપેટામાં લીધો હવે ખરેખર વાણિયો કોણ એ વિચારવું રહ્યું પણ સમાજના ઉત્થાન માટે વાત કરી છે જેથી બધા બેસીને વિચારીશું તેમ કહેતા સભામંડપમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.