Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : ભાઈબીજે શામળિયાના દર્શન માટે ભક્તોની ઉમટી ભીડ

અરવલ્લી : ભાઈબીજે શામળિયાના દર્શન માટે ભક્તોની ઉમટી ભીડ
X

દિવાળીના એક દિવસ પછી ભાઇબીજ એટલે કારતક સુદ બીજ. આ તહેવાર બહેન અનેભાઇનો તહેવાર દર્શાવે છે. ત્યારે દિવાળી અને નવા વર્ષને લઇને અરવલ્લી જિલ્લાના યાત્રાધામ ખાતે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે.

ભાઇબીજના તહેવાર અને નવા વર્ષમાં રાજસ્થાન તરફ

જતાં તેમજ ગુજરાત તરફ આવતા તમામ લોકો ભગવાન શામળિયાના દર્શન કરવા માટે અચૂક મંદિરે

આવે છે. તહેવારોની રજાઓમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ

દ્વારા વ્યવસ્થાઓ કરાઇ છે. આ સાથે જ મંદિરને વિવિધ રોશનીથી પણ શણગારવામાં આવ્યું

છે. રાત્રીના સમયે જાણે અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન શામળિયો ખૂબ જ સુંદર

દ્રશ્યમાન થાય છે.

Next Story