સરહદી અને આદિવાસી વિસ્તારના જીલ્લાની એકમાત્ર પાલિકા દ્વારા કરાયું સુએજ ટ્રીટમેન્ટ પલાન્ટનું ખાતમુહૂર્ત

New Update
સરહદી અને આદિવાસી વિસ્તારના જીલ્લાની એકમાત્ર પાલિકા દ્વારા કરાયું સુએજ ટ્રીટમેન્ટ પલાન્ટનું ખાતમુહૂર્ત

રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારના જીલ્લા મથકની એકમાત્ર નગર પાલિકા દ્વારા આજે પાણીના બે મહત્વના રૂપિયા આગિયાર કરોડના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જીલ્લાની એકમાત્ર નગર પાલિકા દ્વારા નગરજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વારીગૃહ માં નિર્માણાધીન સંપની બાજુમાં પાણીના શુદ્ધિકરણ માટે રૂપિયા એક કરોડની લાગત થી બનનાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું તેમજ ભવિષ્યમાં પાણીની સમસ્યાને નીવારવા વેસ્ટ માંથી બેસ્ટ એવા ભૂગર્ભ ગટર યોજના થકી ગાબડીયા ખાતે એકઠું થનાર ગંદા પાણી ને શુદ્ધ કરવા માટે રૂપિયા દસ કરોડ નાં ખર્ચે બનનાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આજે નગર પાલિકાના પ્રમુખ નેહાબેન જયસ્વાલ અને ચીફ ઓફિસરનાં હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.

જેમાં પાલિકાના તમામ સભ્યો સહીત પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ખાતમુહુર્ત કરતા પાલિકા પ્રમુખ નેહાબેન જયસ્વાલે નગરજનો માટે આશીર્વાદ સમાન આ બંને યોજનાઓ બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને અને આગામી દિવસોમાં નગરના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળશે જેને લઇ લોકોને અનેક તકલીફો માંથી મુક્તિ મળશે તેવી આશા સેવી હતી.

Latest Stories