ભરૂચ તાલુકાના સરનાર ગામના શિક્ષિત યુવાનોને જી.આઈ.ડી.સી.માં રોજગારી આપવા મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ તાલુકાના સરનાર ગામના શિક્ષિત યુવાનો અને આગેવાન અબ્દુલ કામઠી દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર સરનાર ગામથી માત્ર 1 કિલોમીટરના અંતરે વિલાયત અને સાયખા જી.આઈ.ડી.સી.માં આવેલ કંપનીઓમાં સ્થાનિક યુવાનોને રોજગારી નહીં આપવામાં આવતી હોવા સાથે બહારથી આવતા લોકોને નોકરી આપવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.અને સ્થાનિક શિક્ષિત યુવાનોને નોકરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.