Connect Gujarat
Featured

ઘણા દિવસો બાદ રાજકોટમાં એક જ દિવસમાં 105 કેસ નોંધાયા જ્યારે ગુજરાતમાં છેલ્લા 3 મહિના બાદ પહેલી વખત મોતનો આંકડો સૌથી વધુ નોંધાયો

ઘણા દિવસો બાદ રાજકોટમાં એક જ દિવસમાં 105 કેસ નોંધાયા જ્યારે ગુજરાતમાં છેલ્લા 3 મહિના બાદ પહેલી વખત મોતનો આંકડો સૌથી વધુ નોંધાયો
X

શહેરમાં આજે સાંજ સુધીમાં 105 કેસ નોંધાયા છે. રાજકોટમાં ઘણા દિવસો બાદ આજે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ સહિત જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 16 હજારને પાર પહોંચી છે. આજે રાજકોટમાં બપોર સુધીમાં 35 કેસ પોઝિટિવ નોંધાયા છે. શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીના મોતની સંખ્યાનો આંક એકાએક વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં 9 દર્દીના મોત થયા છે.

ગુજરાતમાં તહેવારોની સિઝન અને શિયાળાની શરૂઆત બાદથી જ કોરોના વાયરસનો વધુ વકરી રહ્યો છે અને બે દિવસથી રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં મોતના આંકડા જોઇને રાજ્ય અને કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો થઇ રહ્યો છે જ્યારે વડોદરા સુરત અને રાજકોટમાં પરિસ્થિતિ વણસી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 1502 નવા કેસ સામે આવ્યા છે.

Next Story