અંકલેશ્વર:પીરામણ પ્રાથમિક શાળામાં 6 વર્ષના બાળક પર લોખંડનો રેક પડતા મોત નિપજ્યું

અંકલેશ્વરના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં રમી રહેલ 6 વર્ષના બાળકના માથા પર લોખંડનો રેક પડતા ગંભીર ઇજાના પગલે તેનું કરુણ મોત નિપજ્યું હતું

New Update
  • અંકલેશ્વરની પીરામણ પ્રાથમિક શાળાનો બનાવ

  • 6 વર્ષના બાળકનું મોત નિપજ્યું

  • રમી રહ્યો હતો એ દરમ્યાન લોખંડનો રેક પડ્યો

  • ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યું

  • એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં રમી રહેલ 6 વર્ષના બાળકના માથા પર લોખંડનો રેક પડતા ગંભીર ઇજાના પગલે તેનું કરુણ મોત નિપજ્યું હતું

અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 6 વર્ષીય બાળકે  જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પીરામણમાં રહેતા સુખદેવ વસાવા નામના વાલીનો છ વર્ષીય પુત્ર હાર્દિક આજરોજ બપોરના સમયે શાળામાં મૂકવામાં આવેલા રમતગમતના સાધનો પર રમી રહ્યો હતો. આ દરમિયાન રમતગમત માટે બનાવાય લોખંડનો રેક અચાનક જ ધારાશયી થઈ હાર્દિકના માથા પર પડ્યો હતો જેમાં બાળકને ગંભીર ઈજા પહોંચી હતી.આ દ્રશ્યો જોતા શાળાના શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓ એકઠા થઈ ગયા હતા. બાળકને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ પીરામણમાં જ આવેલ એચ.એમ.પી. હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જોકે તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે અકસ્માત મોત અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શાળામાં રમી રહેલા બાળકનું લોખંડનો રેક પડતા મોત નિપજ્યું હતું ત્યારે શાળાસંચાલકોની બેદરકારી સામે આવી છે.આ તરફ 6 વર્ષના લાડકવાયાનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર : અંદાડા નજીક ગૌચરણમાં બનેલા RCC રોડ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવા સ્થાનિકોની માંગ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

New Update
  • અંદાડા ગામ નજીક ગૌચરણમાં થયેલા દબાણનો મામલો

  • RCC પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો ઊભા કરાયા

  • સ્થાનિકો સહિત માલધારી સમાજ દ્વારા વિરોધ નોંધાવાયો

  • ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે સ્થાનિકોએ માંગ કરી

  • નોટીસની અવગણના કરી બિલ્ડરોની મનમાની : સ્થાનિક

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં છેલ્લા ઘણા સમયથી પાકા રસ્તાઓ તેમજ અન્ય દબાણો ઉભા કરવામાં આવ્યા છે. અંદાડા ગ્રામ પંચાયત હસ્તકના સરકારી ગૌચરમાં કેટલાંક બિલ્ડરો દ્વારા પોતે બનાવેલ સોસાયટીમાં જવા-આવવા માટેના પાકા RCC રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીંબિલ્ડરો દ્વારા કેટલાંક અન્ય પ્રકારના દબાણો ઉભા કરી સરકારી ગૌચારણમાં ગેરકાયદેસર કબજા ટક કરી બેઠા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઅંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં હાલમાં બની રહેલ પાકા RCC રસ્તાના કામને તાત્કાલિક અસરથી રોકી દેવા ગ્રામ પંચાયત દ્વારા નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં નોટીસની અવગણના કરીને બિલ્ડરો દ્વારા કામ ચાલુ રાખવામાં આવ્યું છેત્યારે ગુજરાત સરકારના ગૌચર અધિનિયમ અને જોગવાઈઓને ધ્યાનમાં લઈ અંદાડા ગ્રામ પંચાયતના સત્તા ક્ષેત્રમાં આવેલ ગૌચરમાં બિલ્ડરો દ્વારા જેટલા પણ પાકા RCC રસ્તાઓ સહિત દબાણ કરવામાં આવ્યું છે. જેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે.