New Update
/connect-gujarat/media/media_files/2025/07/04/screenshot_2025-07-04-08-38-53-70_92460851df6f172a4592fca41cc2d2e6-2025-07-04-09-20-21.jpg)
ભરૂચ જિલ્લામાં કોઈપણ જાતના પાસ પરમીટ વિના કતલ કરવા માટે ગૌવંશનું ટ્રાન્સપોર્ટેશન કરવા બાબતે ઇસ્માઈલ અઝીઝ અબ્દુલભાઈ વોરા વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ટ્રાયલ સેશન્સ કોર્ટમાં ભરૂચના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલી હતી.
આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કૃણાલ ચાવડાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ભરૂચના પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.કે. દેસાઈએ આરોપી ઈસ્માઈલ અઝીઝ અબ્દુલભાઈ વોરાને પશુ સંરક્ષણ અધિનિયમ, ૧૯૫૪ની જોગવાઈઓ હેઠળના ગુના માટે તકસીરવાન ઠેરવી 7 વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૧,૦૦,૦૦૦/- ના દંડની સજા ફરમાવતો હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા પશુ સંરક્ષણ અધિનિયમ,૧૯૫૪માં વર્ષ ૨૦૧૭માં કરવામાં આવેલા સુધારાઓ બાદ કતલ કરવા માટે ગૌવંશના ટ્રાન્સપોર્ટેશનના ગુનાના કેસમાં ગુનેગારને ગુજરાતમાં સૌ પ્રથમ વખત ભરૂચના કેસમાં સજા થઇ છે જેના કારણે ગૌ વંશની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે.