New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-367.jpg)
ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના સિમલા જિલ્લાના બાદલ ગામે નેશનલ હાઇવે -5 બંધ કરાયો છે. આ ક્ષેત્રમાં વાદળ ફાટ્યા બાદ ભારે વરસાદ થયો હતો.
ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે ભારે તબાહી થઈ છે. હિમાચલમાં અત્યાર સુધી 63 અને ઉત્તરાખંડમાં 59 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ ઉપરાંત 55 લોકો ઈજાગ્રસ્ત છે, મોરીના સનેલ ગામમાં 20 લાપતા છે. અહીં 250થી વધુ ઘર સંપૂર્ણપણે તબાહ થઈ ગયાં છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં અત્યાર સુધી અનુક્રમે રૂ. 170 કરોડ અને રૂ. 600 કરોડનું નુકસાન થયું છે. અનેક રસ્તાઓ, મકાનો અને વાહનોને નુકસાન પહોંચ્યું છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “મેં આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું, ઘણું નુકસાન થયું છે, જેના કારણે એનએચ સંપૂર્ણપણે અવરોધિત છે. લોકો બંને બાજુ અટવાયેલા છે.
Latest Stories