અંકલેશ્વરમાં કરવામાં આવ્યો પ્રારંભ
અન્નપૂર્ણા યોજનાના કેન્દ્રનો પ્રારંભ
શ્રમિકોને રૂ.5માં ભોજન મળશે
મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
જિલ્લામાં કુલ 9 કેન્દ્રો કાર્યરત થયા
અંકલેશ્વરમાં રાજ્ય સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજનાના કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કેન્દ્રનો પ્રારંભ થતાં પાંચ રૂપિયામાં શ્રમિકોને ભોજન મળી રહેશે
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તેમજ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સહયોગથી અંકલેશ્વરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે યોજનાના ભોજન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
શ્રમિકોને રાહતદરે પૌષ્ટિક અને ભરપેટ ભોજન મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવેલી આ યોજના અંતર્ગત શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવશે. અત્યાર સુધી ભરૂચ જિલ્લામાં કુલ નવ સ્થળોએ ભોજન કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે. અંકલેશ્વર GIDC વિસ્તારમાં એશિયન પેઇન્ટ્સ ચોકડી પાસે આવેલા કડિયાનાકા ખાતે પણ શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ભોજન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ કેન્દ્ર શરૂ થવાથી આસપાસના વિસ્તારોમાં કામ કરતા બાંધકામ શ્રમિકો અને અન્ય શ્રમયોગીઓને રાહતદરે ભોજનનો લાભ મળશે.કાર્યક્રમમાં નોટિફાઇડ એરિયા ઓથોરિટીના ભાજપ પ્રમુખ જય તેરૈયા, પંડવાઈ સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન અનિલ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
