સોમનાથ : મહાશિવરાત્રી નિમિતે સોમનાથ દાદાનો કરાયો અલૌકિક શૃંગાર, ભક્તોનું ઉમટયું ઘોડાપુર

New Update
સોમનાથ : મહાશિવરાત્રી નિમિતે સોમનાથ દાદાનો કરાયો અલૌકિક શૃંગાર, ભક્તોનું ઉમટયું ઘોડાપુર

વર્ષમાં 12 શિવરાત્રી આવતી હોય છે. ત્યારે 12 શિવરાત્રી પૈકી મહામાસમાં આવતી શિવરાત્રી મહાશિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. તો શિવજીને પણ આ શિવરાત્રી અત્યંત પ્રિય હોવાનું મનાઇ છે. ત્યારે આજરોજ દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. વહેલી સવાર થી દેશનાં ખૂણે ખૂણે થી શિવ ભક્તો મોટી સંખ્યામાં સોમનાથ પધાર્યા છે. દાદા સોમનાથનાં દર્શન કરી ભક્તો ધન્ય બની રહ્યા છે.

આજના દિવસે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ પૂજા વિધિ સહિત ના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે.આજે 48 કલાક સોમનાથ મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રહેશે.તેમજ આજે સવારે 4 વાગ્યે સોમનાથ મંદિરનાં દ્વાર ખુલ્યા તે સતત 48 કલાક ખુલ્લા રહેશે.આજે સવારે 6 વાગ્યે મહાપૂજા બાદ મહાઆરતી સવારે 7 કલાકે થઈ હતી.મહા આરતી બાદ સોમનાથ દાદાની પાલખી યાત્રા નીકળી હતી.

આજે મહા શિવરાત્રીને લઇ સોમનાથ મંદિરે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે સોમનાથની સુરક્ષામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આતંકીઓનાં હિટ લિસ્ટમાં રહેલા સોમનાથ મહાદેવનું મંદિર પહેલેથીજ ઝેડપ્લસ સુરક્ષાથી રક્ષાયેલું છે.તો હાલમાં સોમનાથની સુરક્ષામાં વધારો કરાયો છે.શિવરાત્રીને લય સોમનાથ મા લાખો શ્રદ્ધાળુઓ આવતા હોવાને લઇ સુરક્ષા વિભાગ સતર્ક થયું છે.છતાં શિવભક્તોને કોઈજ અગવડતા કે ખોટી કનડગત થતી નથી.

સામાન્ય રીતે સોમનાથ મંદિરનાં કમાડ રાત્રે 9 વાગ્યે બંધ કરી દેવામાં આવે છે.પરંતુ આજે મહાશિવરાત્રી હોવાના કારણે મંદિર 48 કલાક ખુલ્લું રહેશે. સોમવાર,મહાશિવરાત્રી અને સોમનાથનો આજે સુભગ સમન્વય હોય શિવભક્તો ભાવ વિભોર બન્યા હતા.દેશનાં ખૂણે ખૂણે થી સોમનાથ દાદાનાં દર્શને ભાવિકો પધાર્યા હતા. ભાવિકોએ દેશની સુરક્ષા અને શાંતિ માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી.

Latest Stories