/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-246.jpg)
હાલ શિવજીનો પ્રિય એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે આમ આદમી થી લઈ દિગગજ નેતાઓ પણ દાદા ના દરબારમાં શીશ નમાવવા પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભાના પૂર્વ સ્પીકર અને વર્તમાનમાં કર્ણાટક ના રાજ્યપાલ તરીકે ફરજ બજાવનાર વજુભાઇ વાળા સોમનાથ દાદા ના દર્શન કરવા પહોંચ્યા હતા.
સોમનાથ દાદા ની પૂજા અર્ચના કર્યા બાદ તેમને મીડિયા સાથે ની વાતચીતમાં કાશ્મીર ને લઈ મોટું નિવેદન આપ્યું હતું કે હજુ તો અડધું કામ જ પૂરું થયું છે. આખું કામ પતાવવાનું બાકી છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી કાશ્મીર માંથી કલમ 370 અને 35A હટાવી દેવામાં આવી છે. તે બાદથી POK અને અક્ષયચીન પર ક્યારે કબજો ભારત મેળવશે તેની ચર્ચા ઓ શરૂ થઈ છે. ત્યારે આ ચર્ચા ને ફરી એક વખત દિગ્ગજ નેતાએ પોતાના નિવેદન થી વેગ આપ્યો છે.