મહારાષ્ટ્ર અને કર્ણાટક પહોંચ્યું નૈઋત્યનું ચોમાસું,વાંચો આ વર્ષે કેવો રહેશે વરસાદ

New Update
મહારાષ્ટ્ર અને કર્ણાટક પહોંચ્યું નૈઋત્યનું ચોમાસું,વાંચો આ વર્ષે કેવો રહેશે વરસાદ

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શનિવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પહોંચ્યું હતું. આ કારણે બંને રાજ્યોના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અપેક્ષા મુજબ રહ્યું. તે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના રત્નાગિરિ જિલ્લાના હરનાઈ બંદરે પહોંચ્યું હતું. તેના કારણે દક્ષિણ કર્ણાટક જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો.

ચોમાસાની આગળ વધવા માટે હવામાન અનુકૂળ છે. તે મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં આગળ વધી શકે છે.IMD અનુસાર આગામી 24 કલાકમાં કેરળ, તામિલનાડુ અને કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત વીજળીના કડાકા સાથે અને ભારે પવનની શક્યતા છે. હવામાન ખાતાએ પહેલા જ જણાવ્યું છે કે ચોમાસુ મધ્ય ભારતમાં સામાન્યથી વધુ અને પૂર્વ, પૂર્વોત્તરમાં સામાન્યથી ઓછું રહેશે.

રાજસ્થાનમાં ચોમાસાની એન્ટ્રી જૂનના અંત સુધીમાં થશે. જો કે, તે પહેલા ભારે પ્રિ-મોનસૂન વરસાદ પડી રહ્યો છે. શનિવારે પણ જયપુર, બિકાનેર સહિતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો હતો. બીકાનેરમાં 13.0, પીલાણી 6.1, સીકરમાં 2.0 મીમી વરસાદ નોંધાયો હતો. આને કારણે, પારો જે 50 ની નજીક રહેતો હતો તે 40 ડિગ્રીની નજીક આવી ગયો છે. શનિવારે માત્ર 7 શહેરોમાં દિવસનું તાપમાન 40 ડિગ્રીથી વધુ રહ્યું છે. પાલી 41.5 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું હતું.

Latest Stories