આજથી TATA IPL-2023ની 16મી સીઝનની શરૂઆત થઈ રહી છે. વહેલી સવારથી જ દર્શકો અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા, ત્યારે દર્શકોમાં પણ IPLની પ્રથમ મેચ લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજથી 2 મહિના સુધી ફટાફટ ક્રિકેટની રમઝટ જોવા મળશે. વિશ્વના તમામ સ્ટાર ક્રિકેટરો ભારતીય પ્રીમિયમ લીગમાં એક સાથે રમતા જોવા મળશે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 6 કલાકે TATA IPL-2023ની 16મી સીઝનની ઓપનિંગ સેરેમની યોજાશે.
ત્યારબાદ 7:30 કલાકે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે. TATA IPL-2023 ઓપનિંગ સેરેમની અંદાજિત 45 મિનિટ સુધી ચાલશે. આ ઓપનિંગ સેરેમનીમાં દક્ષિણ ભારતના સ્ટાર એક્ટર્સ રશ્મિકા મંદાના, તમન્ના ભાટિયા તેમજ બોલીવુડના સિંગર અરિજિતસિંહ, કેટરીના કેફ સહિતના સ્ટાર કલાકારો પરફોર્મન્સ કરશે. તો સ્ટેડિયમ બહાર ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સની ટી-શર્ટનું પણ વેચાણ થઈ રહ્યું છે.
જેમાં ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ હોવાથી એ ટી-શર્ટનું સૌથી વધુ વેચાણ થઈ રહી છે. તો બીજી તરફ, ભારતના પૂર્વ કેપ્ટન અને ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમ.એસ.ધોનીની ટી-શર્ટની સૌથી વધુ માંગ જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ હંમેશા બેટિંગ પિચ રહી છે, ત્યારે આજની પ્રથમ મેચમાં પણ હાઈ સ્કોર મેચ જોવા મળે તેવી શક્યતા વર્તાય રહી છે, ત્યારે IPLની પ્રથમ મેચ લઈને સ્ટેડિયમ બહાર દર્શકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.