-
અંકલેશ્વરમાં કરાયુ આયોજન
-
કાયસ્થ સમાજ દ્વારા આયોજન
-
ગુજરાત પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય
-
બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજન
-
ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરના કાયસ્થ સમાજ દ્વારા ગુજરાત પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજની રાજ્યભરની ટીમ ભાગ લઈ રહી છે. અંકલેશ્વરના ઉમરવાડા ગામ નજીક આવેલ બુરહાની ક્રિકેટ ક્લબ ખાતે કાયસ્થ સમાજ દ્વારા ગુજરાત પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આજરોજ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ,અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સમાજના આગેવાનો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના યુવાનોમાં એકતા વધે તે હેતુથી નિર્મળ કાયસ્થ, રવિ કાયસ્થ,ધારેશ નાગોરી અને ચિન્ટુભાઈ કાયસ્થ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.