/connect-gujarat/media/post_banners/32e58ce110aa3b33d3fd1f3ce36a8ed11d58be15998b4017c8ea17de77c36b50.webp)
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગી શકે છે. ફાસ્ટ બોલર દીપક ચહરના આઉટ થયાના અહેવાલો સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચહર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ચહરની જગ્યાએ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
જસપ્રીત બુમરાહના સ્થાને તેને મોહમ્મદ શમીને ટીમમાં લેવાની ચર્ચા ચાલી રહી હતી. હવે ચહર ઈજાના કારણે આ રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકા સામે લખનૌમાં રમાયેલી ODI પહેલા ટ્રેનિંગ સેશન દરમિયાન તેના પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. જે બાદ તે સમગ્ર શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. તેના સ્થાને સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને લેવામાં આવ્યો છે.
IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા ફાસ્ટ બોલર મુકેશ ચૌધરી અને દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા ચેતન સાકરિયા ઓસ્ટ્રેલિયામાં નેટ બોલર તરીકે ટીમ ઈન્ડિયા સાથે જોડાયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોહમ્મદ શમીએ પણ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. બુમરાહની જગ્યાએ તેની મુખ્ય ટીમમાં પસંદગી કરવામાં આવશે.