Connect Gujarat
સ્પોર્ટ્સ

ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાનું વધુ એક કમાલ, યુસૈન બોલ્ટને પાછળ છોડીને નંબર વન બન્યો.!

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર અને ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાના નામે એક વિશેષ સિદ્ધિ મેળવી છે.

ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાનું વધુ એક કમાલ, યુસૈન બોલ્ટને પાછળ છોડીને નંબર વન બન્યો.!
X

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર અને ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાના નામે એક વિશેષ સિદ્ધિ મેળવી છે. તેણે વિશ્વના સૌથી ઝડપી દોડવીર અને ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન યુસૈન બોલ્ટને પાછળ રાખીને વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. નીરજ વર્ષ 2022માં એવો એથલીટ બન્યો છે, જેના પર સૌથી વધુ લેખ લખવામાં આવ્યા છે. બોલ્ટને પણ નીરજ પાછળ છોડી ગયો છે.

આ વર્ષે ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા પર 812 લેખ લખવામાં આવ્યા હતા, જે એથ્લેટ્સમાં સૌથી વધુ છે. વર્લ્ડ એથ્લેટિક્સ ફેડરેશન દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં નીરજને પ્રથમ સ્થાન મળ્યું છે. જ્યારે, જમૈકન દોડવીર એલેન થોમ્પસન-હેરાહ 751 લેખો સાથે બીજા સ્થાને છે. 100 મીટર સ્પ્રિન્ટ વર્લ્ડ ચેમ્પિયન શેલી-એન ફ્રેઝર પર 698 લેખ લખવામાં આવ્યા હતા અને તેણી ત્રીજા સ્થાને રહી હતી. જ્યારે 200 મીટર ચેમ્પિયન શેરિકા જેક્સન 679 લેખ સાથે ચોથા સ્થાને રહી હતી.

આઠ વખતના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા યુસૈન બોલ્ટ પર આ વર્ષે માત્ર 574 લેખ જ લખાયા છે. આ પ્રથમ વખત છે જ્યારે બોલ્ટ એક વર્ષમાં સૌથી વધુ લેખિત એથ્લેટ્સની યાદીમાં પ્રથમ સ્થાને નથી. બોલ્ટ 2017માં નિવૃત્ત થયો હતો, પરંતુ તેની લોકપ્રિયતા અપાર છે. બોલ્ટ 100 મીટર અને 200 મીટર સ્પ્રિન્ટ્સમાં પણ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. તે 11 વખતનો વર્લ્ડ ચેમ્પિયન છે.

Next Story