Connect Gujarat
સ્પોર્ટ્સ

પાકિસ્તાનના શ્રેષ્ઠ અમ્પાયરોમાંના એક અસદ રઉફનું હ્રદયરોગના હુમલાથી નિધન

પાકિસ્તાનના શ્રેષ્ઠ અમ્પાયરોમાંના એક અસદ રઉફનું બુધવારે લાહોરમાં અવસાન થઇ ગયું છે.

પાકિસ્તાનના શ્રેષ્ઠ અમ્પાયરોમાંના એક અસદ રઉફનું હ્રદયરોગના હુમલાથી નિધન
X

પાકિસ્તાનના શ્રેષ્ઠ અમ્પાયરોમાંના એક અસદ રઉફનું બુધવારે લાહોરમાં અવસાન થઇ ગયું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની એલિટ પેનલમાં સામેલ અમ્પાયર અસદ રઉફ 66 વર્ષના હતા. જણાવી દઈએ કે અસદ રઉફનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. અસદ રઉફે તેની 13 વર્ષની કારકિર્દીમાં કુલ 49 ટેસ્ટ, 98 વનડે અને 23 ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં અમ્પાયરિંગ કર્યું હતું. જો કે એમના પર વર્ષ 2013ની IPL સિઝનમાં સ્પોટ ફિક્સિંગનો આરોપ પણ લાગ્યો હતો અને એ પછી વર્ષ 2016માં એમના પર BCCI એ પાંચ વર્ષનો બેન લગાવ્યો હતો.BCCI દ્વારા લગાવવામાં આવેલ બેન પછી અસદ રઉફનું જીવન ઘણું બદલાઈ ગયું હતું. એ પછી અસદ લાહોરમાં જૂતા-કપડાની દુકાન ચલાવતા હતા. અસદ રઉફના મૃત્યુની જાણકારી તેના ભાઈ તાહિર રઉફે આપી હતી. ભાઈના જણાવ્યા મુજબ અસદ બુધવારે દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો એ સમયે અચાનક તેને છાતીમાં દુખાવો થયો હતો અને અને પછી તેનું અવસાન થયું હતું. અસદ રઉફ વર્ષ 2012માં સમાચારમાં અવાય હતા. મુંબઈ સ્થિત એક મોડલે અસદ રઉફ પર જાતીય સતામણીના આરોપો લગાવ્યો હતો અને મોડેલે દાવો કર્યો હતો કે પાકિસ્તાની અમ્પાયર સાથે તેનું અફેર હતું અને અસદ રઉફે તેણી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું પણ પાછળથી રઉફે તેનું વચન નિભાવ્યું નહતું.

Next Story