/connect-gujarat/media/post_banners/f59e342388374ed0d8b38a8a44ca6426a31509a7abb769d4f1376e1e3ed28fb8.jpg)
ટંકારીયા ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
બારીવાલા સ્પોસ્ટ ક્લબ દ્વારા યોજાય ટુર્નામેન્ટ
વલણ અને શેરપુરા વચ્ચે રમાય ફાઇનલ મેચ
ફાઇનલમાં શેરપુરાની ટીમનો શાનદાર વિજય
ગામ આગેવાનો અને ક્રિકેટપ્રેમીઓની ઉપસ્થિતી
ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામ ખાતે બારીવાલા સ્પોસ્ટ ક્લબ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામ ખાતે બારીવાલા સ્પોસ્ટ ક્લબ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય હતી. જેમાં વલણ ગામ અને શેરપુરા ગામ વચ્ચે રસાકસીભર્યો ફાઇનલ મુકાબલો યોજાયો હતો, ત્યારે ફાઇનલ મેચમાં શેરપુરાની ટીમનો શાનદાર વિજય થયો હતો.
અતિ રોમાંચક મુકાબલાને નિહાળવા માટે ટંકારીયાની આજુબાજુના ગામના સરપંચો અને આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટની ટ્રોફી અલટી મોબાઈલ તરફથી સ્પોન્સર કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન આરીફ બાપુ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.