ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ પોલીસ મથક દ્વારા રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ પોલીસ તેમજ રાજ્યના રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સંયુક્ત ઉપક્રમે દહેજ પોલીસ મથક ખાતે રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ દહેજ પોલીસ મથકના પીઆઈ એચ.બી.ઝાલાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. દહેજના પોલીસ જવાનો અને કડોદરા, દહેજ, ભેંસલી સહિતના ગામોના યુવાનો વચ્ચે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દહેજ પોલીસ ટીમનો ભવ્ય વિજય થયો હતો. આ પ્રસંગે દહેજ પોલીસ મથકના પીએસઆઈ, સામાજિક કાર્યકર યોગેશ ગોહિલ અન્ય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.