Connect Gujarat
સ્પોર્ટ્સ

કેપ્ટન રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, ટી-20માં 3500 રન પૂરા કરનાર દુનિયાનો પહેલો બેટ્સમેન બન્યો

એશિયા કપમાં હોંગકોંગ સામેની મેચમાં કેપ્ટન રોહિત શર્માએ એક નવી સિદ્ધી મેળવી

કેપ્ટન રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, ટી-20માં 3500 રન પૂરા કરનાર દુનિયાનો પહેલો બેટ્સમેન બન્યો
X

એશિયા કપમાં હોંગકોંગ સામેની મેચમાં કેપ્ટન રોહિત શર્માએ એક નવી સિદ્ધી મેળવી છે. જમણેરી બેટ્સમેન રોહિતે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3500 રન પૂરા કર્યાં છે. રોહિતે બુધવારે એશિયા કપ 2022ની ચોથી મેચમાં હોંગકોંગ સામેની મેચમાં 21 રન પૂરા કરતા જ તે ટી-20માં 3500 રન પૂરા કરનાર દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો હતો. ભારતીય કેપ્ટને આ રન 32.11ની એવરેજથી બનાવ્યા છે. રોહિતે હોંગકોંગ સામે 21 રન ફટકાર્યા હતા. તેણે 13 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. ભારતીય કેપ્ટનને આયુષ શુક્લાએ એજાઝ ખાનના હાથે કેચઆઉટ કરાવ્યો.

પાકિસ્તાન સામેની મેચમાં જ રોહિત ટી-20માં 3500 રન પૂરા કરી શક્યો હોત પરંતુ તે ફક્ત એક રનથી ચૂકી ગયો હતો. રવિવારે પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં રોહિત 12 રન કર્યાં હતા. 13 કર્યા હોત તો તેણે તે જ વખતે આવી સિદ્ધી મેળવી લીધી હોત. એશિયા કપ 2022ની બીજી મેચ રવિવારે દુબઈના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત બેટ સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.

Next Story