New Update
બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં નવમા દિવસ માટે વિવિધ સ્પર્ધાઓ ચાલી રહી છે. ભારતીય પહેલવાન મેડલ રાઉન્ડ માટે સ્પર્ધમાં ઉતર્યાં છે. પહેલવાન રવિ દહિયાએ ભારત માટે 10મો ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેમણે 57 KG વેટ કેટેગરીમાં નાઈઝીરિયાના પહેલવાન ઈ વેલ્સનને ફાઈનલમાં 10-0થી પરાજય આપ્યો. આ સાથે કુસ્તીમાં ભારતનો આ ચોથો ગોલ્ડ મેડલ છે.
આ અગાઉ રવિએ પાકિસ્તાનના અસદ અલીને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. તેમણે 14-4થી સ્પર્ધામાં જીત મેળવી હતી. જ્યારે રવિએ 1 મિનિટ 14 સેકન્ડમાં ન્યૂલેન્ડના પહેલવાન સૂરજને 10-0થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં જીત મેળવી હતી.