/connect-gujarat/media/media_files/2024/12/03/qIrLIH9CizL2pMMxb6OQ.jpg)
ક્રિકેટના ચાહકો, તૈયાર થઈ જાઓ કારણ કે ક્રિકેટની દુનિયામાં ટૂંક સમયમાં બીજી રોમાંચક T20 લીગ શરૂ થવા જઈ રહી છે. ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, સુરેશ રૈના અને શિખર ધવનથી લઈને હર્શલ ગિબ્સ જેવા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય સ્ટાર્સથી શોભતી બિગ ક્રિકેટ લીગની પ્રથમ સિઝનની તારીખ જાહેર કરવામાં આવી છે.આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઘણા ભૂતપૂર્વ સ્ટાર્સ અને મહત્વાકાંક્ષી ક્રિકેટરોથી ભરેલી આ ટૂર્નામેન્ટની પ્રથમ સિઝન 12 ડિસેમ્બરથી શરૂ થશે.
તારીખની જાહેરાત સાથે તમામ 6 ટીમો પણ તૈયાર થઈ ગઈ છે. મુંબઈમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં પ્રથમ સિઝન માટે પ્લેયર્સ ડ્રાફ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ટીમોએ પોતાની ટીમ તૈયાર કરી હતી. આ સાથે તમામ 6 કેપ્ટનોની પણ જાહેરાત કરવામાં આવી હતી.નોર્ધન ચેલેન્જર્સ, યુપી બ્રિજ સ્ટાર્સ, રાજસ્થાન રીગલ્સ, એમપી ટાઈગર્સ, મુંબઈ મરીન અને સધર્ન સ્પાર્ટન્સ ટીમો બિગ ક્રિકેટ લીગમાં ભાગ લઈ રહી છે.
ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, સુરેશ રૈના, શિખર ધવન, ઈમરાન તાહિર અને તિલકરત્ને દિલશાનને આ ટીમોના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. બોલીવુડ અભિનેત્રી રવિના ટંડન, રાશા થડાની અને સુપ્રીમ કોર્ટના વકીલ સના રઈસ ખાન જેવા પ્રખ્યાત નામોએ આ લીગની ફ્રેન્ચાઈઝી ટીમો ખરીદી છે. આ ટુર્નામેન્ટ 12 ડિસેમ્બરથી ગુજરાતના સુરત શહેરમાં શરૂ થશે.