ટીમ ઈન્ડિયાની સામે ચાહકોએ સંજુ સંજુના લગાવ્યા નારા, સૂર્યકુમારે જીત્યુ દિલ.!

ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ માટે તિરુવનંતપુરમ પહોંચી ગઈ છે.

New Update
ટીમ ઈન્ડિયાની સામે ચાહકોએ સંજુ સંજુના લગાવ્યા નારા, સૂર્યકુમારે જીત્યુ દિલ.!

ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ માટે તિરુવનંતપુરમ પહોંચી ગઈ છે. ટી20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની આ છેલ્લી ટી20 સીરીઝ હશે. જ્યારે ટીમ ઈન્ડિયા હૈદરાબાદથી તિરુવનંતપુરમ પહોંચી તો તેનું અજીબ રીતે સ્વાગત કરવામાં આવ્યું. વાસ્તવમાં, ટીમમાં પસંદ ન થયેલા સંજુ સેમસનના પક્ષમાં ખેલાડીઓની સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

જ્યારે ટીમ ઈન્ડિયા એરપોર્ટથી બહાર નીકળી રહી હતી ત્યારે ફેન્સ સંજુ-સંજુના નારા લગાવી રહ્યા હતા. વિરાટ કોહલી, કેએલ રાહુલ, યુઝવેન્દ્ર ચહલ અને સૂર્યકુમાર યાદવ સહિત તમામ ખેલાડીઓની સામે આ નારા લગાવવામાં આવ્યા હતા.

આ દરમિયાન સૂર્યકુમાર ચાહકોના દિલ જીતવાનો પ્રયાસ કરે છે. તેણે બસની અંદરથી મોબાઈલમાં સંજુ સેમસનની તસવીર બતાવી. આ જોઈને ચાહકો ખુશ થઈ ગયા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Latest Stories