FIFA WC 2022 : સેમિફાઇનલમાં ટીમની હારથી મોરોક્કન ફેન્સ નારાજ, બેલ્જિયમ-ફ્રાન્સમાં હિંસા, જુઓ વીડિયો

FIFA વર્લ્ડ કપ 2022ની બીજી સેમિફાઇનલ મેચમાં મોરક્કોની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.

New Update
FIFA WC 2022 : સેમિફાઇનલમાં ટીમની હારથી મોરોક્કન ફેન્સ નારાજ, બેલ્જિયમ-ફ્રાન્સમાં હિંસા, જુઓ વીડિયો

FIFA વર્લ્ડ કપ 2022ની બીજી સેમિફાઇનલ મેચમાં મોરક્કોની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. શ્રેણીબદ્ધ અપસેટથી બધાને ચોંકાવી દેનાર મોરોક્કો અચાનક જ ટાઇટલ જીતવા માટે દાવેદાર બની ગયો હતો. પરંતુ ફ્રાન્સે 2-0થી જીત મેળવીને મોરોક્કોનું સપનું તોડી નાખ્યું હતું. મોરક્કોના ચાહકો ટીમની પ્રથમ હારને પચાવી શક્યા નથી. ફ્રાન્સની રાજધાની પેરિસ અને બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં મોરોક્કન ચાહકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. બ્રસેલ્સમાં મોરોક્કન ચાહકોની પોલીસ સાથે અથડામણ થઈ હતી.


લગભગ 100 મોરોક્કન ચાહકોએ બ્રસેલ્સ સાઉથ સ્ટેશન નજીક પોલીસ પર ફટાકડા અને અન્ય વસ્તુઓ ફેંકી હતી. ચાહકો દ્વારા કચરાની થેલીઓ અને કાર્ડબોર્ડ બોક્સને આગ લગાડવામાં આવી હતી. પોલીસે હિંસા રોકવા માટે વોટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. પોલીસે કેટલાક ચાહકોની અટકાયત પણ કરી હતી. જો કે આ અથડામણમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી.


ફ્રાન્સ બીજી ટીમ છે, જે સતત બીજી વખત ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. અગાઉ, બ્રાઝિલ 2002માં ફાઇનલમાં પહોંચ્યું હતું અને સતત બે વર્લ્ડ કપ ફાઇનલમાં રમનારી પ્રથમ ટીમ બની હતી. આ મેચમાં ફ્રાન્સ માટે થિયો હર્નાન્ડિઝે પાંચમી મિનિટે ગોલ કરીને પોતાની ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી. આ પછી રાંદલ કોલો મુઆનીએ 79મી મિનિટે ગોલ કરીને પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી.

Latest Stories