/connect-gujarat/media/post_banners/c30dfe8db97d11c456e3a52a70d1b5de014e5b9f65725ac0b2521be5b15a8761.webp)
જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ટી20 શ્રેણી માટે મંગળવારે આયર્લેન્ડ પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે. ત્રણ મેચની T20I શ્રેણી 18 ઓગસ્ટના રોજ માલાહાઇડ, ડબલિનમાં શરૂ થશે. આ પછી શ્રેણીની બાકીની બે મેચો 20 અને 23 ઓગસ્ટના રોજ આ જ સ્થળે રમાશે.
BCCI BCCIએ તેના X હેન્ડલ (ટ્વિટર) પર ટીમ ઈન્ડિયાની કેટલીક તસવીરો શેર કરી છે. બોર્ડે કેપ્શનમાં લખ્યું છે કે તેઓ આયર્લેન્ડ પહોંચ્યા છે. ચાહકોને આ તસવીરો ખૂબ પસંદ આવી છે અને બુમરાહની ટીમમાં વાપસી પર ખુશી વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહને આ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
આ તસવીરોમાં બુમરાહ, ઋતુરાજ ગાયકવાડ, પ્રસિદ્ધ કૃષ્ણા, રિંકુ સિંહ અને શિવમ દુબે પણ જોવા મળે છે. આ સિરીઝની સાથે જ બુમરાહ જસપ્રીત બુમરાહ લાંબા ગાળાની ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર હતો. બુમરાહ સપ્ટેમ્બર 2022થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર છે.
/connect-gujarat/media/media_files/2025/08/11/maxresdefault-2025-08-11-21-38-42.webp)