Connect Gujarat
સ્પોર્ટ્સ

AUS v NZ: રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયા 5 રનથી જીત્યું: રચિન રવીન્દ્રની સદી એળે ગઈ,

આ મેચમાં 771 રન બન્યા હતા, જે વર્લ્ડ કપના ઈતિહાસમાં એક મેચમાં સૌથી વધુ રન બનવાનો રેકોર્ડ છે.

AUS v NZ: રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયા 5 રનથી જીત્યું: રચિન રવીન્દ્રની સદી એળે ગઈ,
X

ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023માં સતત ચોથી જીત હાંસલ કરી છે. ટીમે રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડને 5 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયન ટીમ સેમીફાઈનલની નજીક પહોંચી ગઈ છે. 6 મેચ બાદ 4 જીત બાદ ટીમના ખાતામાં 8 પોઈન્ટ છે.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 49.2 ઓવરમાં 388 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 383 રન જ બનાવી શકી હતી. આ મેચમાં 771 રન બન્યા હતા, જે વર્લ્ડ કપના ઈતિહાસમાં એક મેચમાં સૌથી વધુ રન બનવાનો રેકોર્ડ છે.

ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડ (109 રન)એ પોતાના વર્લ્ડ કપ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. ડેવિડ વોર્નરે 65 બોલમાં 81 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ ઉપરાંત એડમ ઝામ્પાએ 3 વિકેટ લીધી હતી. તે વર્તમાન સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.

ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ 116 રન રચિન રવીન્દ્રએ બનાવ્યા હતા તે 23 વર્ષની ઉંમરે વર્લ્ડ કપમાં 2 સદી ફટકારનાર વિશ્વનો બીજો બેટર બની ગયો છે.

Next Story