Connect Gujarat
સ્પોર્ટ્સ

MI PALTANમાં ‘હાર્દિક સ્વાગત’ હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી, હવે શુભમન ગિલ કરશે ગુજરાત ટાઈટન્સની કપ્તાની

હાર્દિક આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) તરફથી રમતા જોવા મળશે. MI એ પણ આજે સોશિયલ મીડિયા પર તેની સત્તાવાર જાહેરાત કરી હતી

MI PALTANમાં ‘હાર્દિક સ્વાગત’ હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી, હવે શુભમન ગિલ કરશે ગુજરાત ટાઈટન્સની કપ્તાની
X

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ ગુજરાત ટાઇટન્સ (GT)ની કેપ્ટનશિપ શુભમન ગિલ કરશે. ફ્રેન્ચાઇઝીએ સોમવારે આની જાહેરાત કરી હતી. આ ફેરફાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ટીમ છોડવાના કારણે થયો છે.હાર્દિક આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) તરફથી રમતા જોવા મળશે. MI એ પણ આજે સોશિયલ મીડિયા પર તેની સત્તાવાર જાહેરાત કરી હતી છે

Hardik Is Home

આ સાથેજ નીતા અંબાણી અને આકાશ અંબાણીએ કહ્યું કે હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં પાછો ફરતા આનંદ થયો હાર્દિકે પહેલી જ સિઝનમાં ગુજરાતને ચેમ્પિયન બનાવ્યું હતું ગુજરાત ટાઇટન્સ ટીમ 2022ની સિઝનમાં પ્રથમ વખત IPLમાં પ્રવેશી હતી. હાર્દિકની કપ્તાનીમાં ટીમે પ્રથમ સિઝનમાં જ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.

Next Story