ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) બોર્ડે તાત્કાલિક અસરથી શ્રીલંકા ક્રિકેટની ICC સદસ્યતાને સસ્પેન્ડ કરી દીધી છે. ICC બોર્ડે શુક્રવારે બેઠક કરી અને નિર્ણય લીધો કે શ્રીલંકા ક્રિકેટ સભ્ય તરીકે તેની જવાબદારીઓનું ગંભીર ઉલ્લંઘન કરી રહ્યું છે.
ICCએ કહ્યું કે શ્રીલંકા ક્રિકેટને તેની બાબતોનું સ્વાયત્તતાથી સંચાલન કરવાની જરૂર છે અને તે સુનિશ્ચિત કરવાની જરૂર છે કે શ્રીલંકા ક્રિકેટના શાસન, નિયમન અને વહીવટમાં કોઈ સરકારી હસ્તક્ષેપ નથી. તે જ સમયે, છેલ્લા કેટલાક દિવસોમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં ઉથલપાથલ ચાલી રહી છે અને આઈસીસીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.