IND VS AUS : ભારતે 3 દિવસમાં નાગપુર ટેસ્ટ જીતી, ઓસ્ટ્રેલિયાએ અશ્વિન-જાડેજાની સામે કર્યું સરેન્ડર

ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 177 રન બનાવ્યા હતા, ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપી હતી.

New Update
IND VS AUS : ભારતે 3 દિવસમાં નાગપુર ટેસ્ટ જીતી, ઓસ્ટ્રેલિયાએ અશ્વિન-જાડેજાની સામે કર્યું સરેન્ડર

ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 177 રન બનાવ્યા હતા, ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપી હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ ઈનિંગમાં 400 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 120, અક્ષર પટેલે 84 અને રવિન્દ્ર જાડેજાએ 70 રન બનાવ્યા હતા. ભારતને પ્રથમ દાવમાં 223 રનની લીડ મળી હતી.

ભારતને પ્રથમ દાવમાં 223 રનની લીડ મળ્યા બાદ ઓસ્ટ્રેલિયાની હાર લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી અને કાંગારુ ટીમે લડવાની ભાવના પણ દેખાડી ન હતી. ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ મેચના ત્રીજા દિવસે બીજા સેશનમાં આવ્યો અને આખી ટીમ એક સેશનમાં જ 32.3 ઓવરમાં 91 રનમાં સમેટાઈ ગઈ હતી. સ્ટીવ સ્મિથ એક છેડે 25 રન બનાવીને અણનમ રહ્યો હતો, પરંતુ તેને કોઈ સપોર્ટ ન મળ્યો. લાબુશેન 17 રન સાથે ટીમનો બીજો સર્વશ્રેષ્ઠ સ્કોરર હતો. ભારત તરફથી અશ્વિને પાંચ, જાડેજા અને શમીએ બે-બે વિકેટ ઝડપી હતી.