ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20I શ્રેણીની બીજી મેચ આજે ગુવાહાટીમાં રમાશે. બંને ટીમો પહેલીવાર આ મેદાન પર એકબીજા સામે T20 મેચ રમશે. ટીમ ઈન્ડિયાની નજર બીજી મેચની સાથે સાથે પોતાની ધરતી પર પ્રથમ વખત સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝ જીતવા પર છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી આ આઠમી દ્વિપક્ષીય T20 શ્રેણી છે. જેમાં ભારતે ત્રણ વખત સીરીઝ જીતી છે અને દક્ષિણ આફ્રિકાએ બે વખત સીરીઝ જીતી છે. બે શ્રેણી ડ્રો રહી હતી. ભારતે દક્ષિણ આફ્રિકાને ત્રણ વખત ઘરઆંગણે હરાવ્યું છે, પરંતુ ઘરઆંગણે ક્યારેય જીત મેળવી નથી. દક્ષિણ આફ્રિકાએ 2015-16માં ભારતમાં ત્રણ મેચની શ્રેણી 2-0થી જીતી હતી.
ગુવાહાટીમાં ભારતીય ટીમ પ્રથમ વખત ટી20 મેચ જીતવા માંગે છે. આ પહેલા રમાયેલી બે મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે એકમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને બીજી શ્રીલંકા સામે ટોસ વિના રદ કરવામાં આવી હતી.