IND vs WI : વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટેસ્ટ-ODI ટીમની જાહેરાત, પૂજારા આઉટ, યશસ્વી-ઋતુરાજ અને મુકેશની એન્ટ્રી

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ અને વનડે ટીમની જાહેરાત કરવામાં આવી છે. બંને ફોર્મેટમાં માત્ર રોહિત શર્મા જ કેપ્ટનશિપ કરતો જોવા મળશે.

New Update
IND vs WI : વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટેસ્ટ-ODI ટીમની જાહેરાત, પૂજારા આઉટ, યશસ્વી-ઋતુરાજ અને મુકેશની એન્ટ્રી

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ અને વનડે ટીમની જાહેરાત કરવામાં આવી છે. બંને ફોર્મેટમાં માત્ર રોહિત શર્મા જ કેપ્ટનશિપ કરતો જોવા મળશે. અજિંક્ય રહાણે ટેસ્ટમાં અને હાર્દિક પંડ્યા વનડેમાં વાઇસ કેપ્ટન તરીકે જોવા મળશે. ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા વિન્ડીઝ પ્રવાસમાં 2 ટેસ્ટ, 3 વનડે અને 5 ટી-20 રમશે. વિન્ડીઝ પ્રવાસ ભારતના આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રની શરૂઆત પણ કરશે. આ સાથે ટીમ ઈન્ડિયાને ODI વર્લ્ડ કપની તૈયારીઓને અમલમાં મૂકવાની તક મળશે.

ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કે.એસ. ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ. મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.

વનડે શ્રેણી માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.

ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસનની વનડેમાં વાપસી થઈ છે. સેમસનની સાથે ઈશાન કિશન પણ વિકેટકીપર તરીકે જોડાયો છે. આ સિવાય મુકેશ કુમાર પણ પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યો છે. બાકીની ટીમ એ જ છે જેણે માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણી રમી હતી.

Latest Stories