/connect-gujarat/media/post_banners/0d3f09d683bde07f846799a51d06c0e5bed9f6c16520737490aee53447d7bba7.webp)
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ ટાઈ રહી હતી. ઢાકામાં શનિવારે (22 જુલાઈ) રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશની મહિલા ટીમે 50 ઓવરમાં ચાર વિકેટે 225 રન બનાવ્યા હતા. જવાબમાં મુલાકાતી ટીમ 49.3 ઓવરમાં 225 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ મેચ ટાઈમાં સમાપ્ત થઈ અને શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ.
Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur#IndWvsBangW#INDvWIpic.twitter.com/ZyoQ3R3Thb
— Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023
બંને ટીમો વચ્ચેની મેચ દરમિયાન એક વિચિત્ર ઘટના સામે આવી છે. મેચ દરમિયાન ભારતની સુકાની હરમનપ્રીત કૌરનો ગુસ્સો અનેકવાર હતો. તેનો ગુસ્સો એટલો વધી ગયો કે તેણે પોતાના બેટ વડે સ્ટમ્પને ફટકાર્યો. એટલું જ નહીં, તેણે અમ્પાયર સાથે લાંબા સમય સુધી દલીલ કરી. આ પછી, મેચ પછીના પ્રેઝન્ટેશનમાં, તેણે એટલું કહ્યું કે આગામી વખતથી બાંગ્લાદેશ પ્રવાસ પર, તેણે નબળા અમ્પાયરિંગ માટે તૈયાર થવું પડશે.