/connect-gujarat/media/media_files/2025/01/26/zNoYG036Zgc8mIrWH5A8.jpg)
ચેન્નઈમાં રમાયેલી રોમાંચક મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 2 વિકેટે વિજય મેળવ્યો. બીજી T20માં ઇંગ્લેન્ડે 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે 146 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તિલક વર્માની અણનમ અડધી સદીએ ટીમને છેલ્લી ઓવરમાં મેચ જીતવામાં મદદ કરી.તિલક 55 બોલમાં 72* રનની ઇનિંગ રમ્યો. વોશિંગ્ટન સુંદરે 26 રન બનાવ્યા. ઇંગ્લેન્ડ તરફથી બ્રાઇડન કાર્સે 3 વિકેટ લીધી. બીજી T20 જીતીને ભારતે સિરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે.
ત્રીજી મેચ 28 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે.ભારતને 20મી ઓવરમાં 6 રનની જરૂર હતી. ઇંગ્લેન્ડ તરફથી જેમી ઓવરટને છેલ્લી ઓવર ફેંકી. ભારત તરફથી તિલક વર્મા અને રવિ બિશ્નોઈ પિચ પર હાજર હતા. તિલક પહેલા બોલ પર 2 રન લીધા, પછી બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો અને ટીમને વિજય અપાવી. તેણે 55 બોલમાં 72 રનની ઇનિંગ રમી હતી.