છેલ્લી મેચમાં પણ ભારતે ઝિમ્બાબ્વેને હરાવ્યું, ભારતે સિરીઝ 4-1થી જીતી

168 રનને ચેઝ કરતી વખતે મુકેશ કુમાર અને શિવમ દુબેએ ઝિમ્બાબ્વેને મુશ્કેલીમાં મુકી દીધા હતા. મુકેશે પાવરપ્લેમાં 2 અને 19મી ઓવરમાં 1 વિકેટ ઝડપી હતી

India beat Zimbabwe
New Update

હરારેના મેદાનમાં રમાયેલી પાંચમી T20માં ભારતે ઝિમ્બાબ્વેને હરાવ્યું સાથે જ 5 મેચની T-20 સિરીઝ 4-1થી જીતી લીધી છે. પાંચમી T20માં ઝિમ્બાબ્વેએ ટૉસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જેમાં પાવરપ્લે સુધી કેપ્ટન સિકંદર રઝાનો નિર્ણય સાચો સાબિત થયો હતો.

ભારતે પાવરપ્લેમાં કેપ્ટન શુભમન, ઓપનર યશસ્વી અને અભિષેક શર્માની વિકેટ ગુમાવી હતી. આ પછી સંજુ સેમસને રિયાન પરાગ સાથે 65 રનની ભાગીદારી કરી. શિવમ દુબેએ ડેથ ઓવર્સમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારીને ટીમનો સ્કોર 167 રન સુધી પહોંચાડ્યો હતો.

168 રનને ચેઝ કરતી વખતે મુકેશ કુમાર અને શિવમ દુબેએ ઝિમ્બાબ્વેને મુશ્કેલીમાં મુકી દીધા હતા. મુકેશે પાવરપ્લેમાં 2 અને 19મી ઓવરમાં 1 વિકેટ ઝડપી હતી. શિવમ દુબેએ મિડલ ઓવરોમાં ઇકોનોમિકલ રીતે બોલિંગ કરી અને 2 વિકેટ પણ લીધી. ઝિમ્બાબ્વેની ટીમ 125 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

 

#Team India #Sports News #T20 series #Shubhman Gill #India beat Zimbabwe
Here are a few more articles:
Read the Next Article