ન્યૂઝીલેન્ડે ત્રીજી ટેસ્ટમાં ભારતને 25 રને હરાવ્યું છે. આ સાથે ટીમે ત્રણ મેચની સિરીઝ 3-0થી જીતી લીધી છે. કિવી ટીમે પહેલીવાર ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી છે.
ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 235 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 263 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત પાસે 28 રનની લીડ હતી. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડનો બીજો દાવ 174 રન પર સમેટાઈ ગયો હતો. ભારતને 147 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ટીમ 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.