/connect-gujarat/media/media_files/2025/02/23/dY1xcTuTJKqABkK1uRvy.png)
૨૦૦૪માં સાઉથમ્પ્ટનમાં શરૂ થયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ટક્કર આઠ વર્ષના વિરામ બાદ ૨૦૨૫માં દુબઈ પહોંચી છે. ૨૦૦૪માં સાઉધમ્પ્ટન અને ૨૦૦૯માં સેન્ચુરિયનમાં ગ્રુપ તબક્કામાં પાકિસ્તાન સામે હાર્યા બાદ, ભારતે ૨૦૧૩ અને ૨૦૧૭માં બર્મિંગહામમાં ગ્રુપ તબક્કામાં પડોશી દેશને હરાવ્યું હતું.
જોકે, 2017 માં જ, પાકિસ્તાને ઓવલ સ્ટેડિયમમાં ફાઇનલમાં ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું, અને હવે બદલો લેવાનો યોગ્ય સમય આવી ગયો છે. રવિવારે ફરી એકવાર મોહમ્મદ રિઝવાનની ટીમને હરાવીને રોહિત શર્માની સેના ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિફાઇનલમાં પોતાનું સ્થાન લગભગ સુરક્ષિત કરી લેશે. ન્યુઝીલેન્ડ સામે પહેલાથી જ હાર્યા બાદ, પાકિસ્તાની ટીમ વધુ એક હાર બાદ ટુર્નામેન્ટ ગુમાવવાની અણી પર હશે.
ભારત
તાકાત: બેટિંગ એ ટીમની સૌથી મોટી તાકાત છે. શુભમન ગિલ, શ્રેયસ ઐયર, કેપ્ટન રોહિત શર્મા ફોર્મમાં પાછા ફર્યા. બોલિંગમાં મોહમ્મદ શમી આગળ છે.
નબળાઈ: આ હાઈ-વોલ્ટેજ મેચમાં ટીમને બુમરાહની ખોટ સાલશે. શમી સિવાય, અન્ય ઝડપી બોલરો પાસે ODIનો બહુ અનુભવ નથી.
પાકિસ્તાન
તાકાત: ટીમ પસંદગી અંગે ટીકા થઈ રહી છે પરંતુ પાકિસ્તાન પાસે રિઝવાન, સૈમ અયુબ ખુશદિલ જેવા ખેલાડીઓ છે જે આજના સમયમાં ખતરનાક સાબિત થઈ શકે છે.
નબળાઈ: અયુબની ઈજાએ પાકિસ્તાનને પરેશાન કર્યું છે અને બાબરના ફોર્મ અંગે પણ ચિંતા છે. ખુશદિલ અને ફહીમ અશરફ ટીમની નબળી કડીઓ છે.
ભારત અને પાકિસ્તાન ICC ટુર્નામેન્ટમાં 21 વખત (આઠ ODI વર્લ્ડ કપ, આઠ T20 વર્લ્ડ કપ અને પાંચ ચેમ્પિયન્સ ટ્રોફી) આમને-સામને થયા છે. ભારતે આ 17 વખત જીત્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમો પાંચ વખત ટકરાઈ છે જેમાં પાકિસ્તાને ત્રણ અને ભારતે બે વખત જીત મેળવી છે. પાકિસ્તાને 2017 માં છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં વિરાટ કોહલીની ટીમને ખરાબ રીતે હરાવી હતી.