Connect Gujarat
સ્પોર્ટ્સ

વેસ્ટ ઈન્ડીઝ સામે ભારતની T20 ટીમની જાહેરાત:હાર્દિક પંડ્યા કેપ્ટન

3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર રમાનાર પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

વેસ્ટ ઈન્ડીઝ સામે ભારતની T20 ટીમની જાહેરાત:હાર્દિક પંડ્યા કેપ્ટન
X

3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર રમાનાર પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.હાર્દિક પંડ્યાને કેપ્ટન પદ સોંપવામાં આવ્યું હતું. સૂર્યકુમાર યાદવને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સિનિયર ખેલાડીઓમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો છે. તે જ સમયે, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ ટીમનો ભાગ નથી.મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPL રમનાર 20 વર્ષીય લેફ્ટી બેટર તિલક વર્માને પ્રથમ વખત ભારતીય ટીમમાં તક મળી છે. બીજી તરફ IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સના ટોપ સ્કોરર રહેલા રિંકુ સિંહને ટીમમાં જગ્યા મળી નથી.

ભારતની ટી-20 ટીમ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસકેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, આવેશ ખાન અને મુકેશ કુમાર.

3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર રમાનાર પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.હાર્દિક પંડ્યાને કેપ્ટન પદ સોંપવામાં આવ્યું હતું. સૂર્યકુમાર યાદવને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સિનિયર ખેલાડીઓમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો છે. તે જ સમયે, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ ટીમનો ભાગ નથી.મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPL રમનાર 20 વર્ષીય લેફ્ટી બેટર તિલક વર્માને પ્રથમ વખત ભારતીય ટીમમાં તક મળી છે. બીજી તરફ IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સના ટોપ સ્કોરર રહેલા રિંકુ સિંહને ટીમમાં જગ્યા મળી નથી.

ભારતની ટી-20 ટીમ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસકેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, આવેશ ખાન અને મુકેશ કુમાર.

Next Story